કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા અરશીભાઈ કાગડિયા નામના કોળી વૃદ્ધ ગત તા. 13ના રોજ રાત્રિના આશરે દસેક વાગ્યાના સમયે ગોજીનેશ ગામના પાટિયા પાસેથી ચાલીને જઈ રહ્યા હતા, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જી, આરોપી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર રમેશભાઈ અરશીભાઈ કાગડિયા (ઉ.વ. 27, રહે. ચાચલાણા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 279, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.