Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરVideo : વિતરણ કરાયેલા સરકારી મીઠાનો જથ્થો રોડ પર ફેંકી દેવાયો...!

Video : વિતરણ કરાયેલા સરકારી મીઠાનો જથ્થો રોડ પર ફેંકી દેવાયો…!

જામનગરમાં સમર્પણથી બેડી બંદર રોડ ઉપર જતાં સાઇડમાં ખાડામાં બાવળના ઝાળ ઉપર અનાજમાં નાખવામાં આવતા પ્રિમિયમ મીઠાનો જથ્થો મોટી સંખ્યામાં રોડ પર ફેંકી ગયા હતાં.

- Advertisement -

જ્યારે એક તરફ સરકાર લોકોને સસ્તા ભાવે અનાજ આપે છે. ત્યારે બીજી બાજુ કહેવાતા સરકારી બાબુઓ આવા કામો કરતા હોય છે. આ મિઠાનો આટલો મોટો જથ્થો કોણ ફેકી ગયુ હશે? જો કે આ મીઠુંની પેકિંગ ચોથા મહિનાનું જ છે. વરસાદમાં પલળેલા આ જથ્થો શુ ફેકી દેવામા આવ્યો છે ? એ સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. સરકાર દ્વારા ગરીબો માટે સસ્તા ભાવે અનાજ મળી રહે તેવી સુવિધાઓ કરવામાં આવે છે. પરંતુ અનેક વખત આ ગરીબોને આપવામાં આવતાં અનાજનો કે, અન્ય કોઇ ખાદ્ય પદાર્થનો જથ્થો સળી જવાની કે, ફેંકી દેવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જામનગરમાં સમર્પણથી બેડી બંદર રોડ પર રાજ્ય સરકાર દ્વારા અપાતો કલ્પતરૂ ફોર્ટીફાઇડ પ્રિમિયમ મીઠાના બાચકાઓ રોડ પર ફેંકી દેવાયા છે. જો કે, આ જથ્થો સરકારી કર્મચારીઓએ કે, જે રાશનકાર્ડ ધારકને વિતરણ કરવામાં આવ્યો છે. તેના દ્વારા ફેંકી દેવામાં આવ્યો છે? તે એક તપાસનો વિષય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular