અમદાવાદની જેમ જામનગર શહેરના માર્ગો પર પણ ભૂવા પડવાનું સિલસિલો શરૂ થઇ ગયો છે. અગાઉ શહેરમાં કાલાવડ નાકા બહાર પુલ પર તેમજ ત્રણ બત્તી પાસેના માર્ગ પર ભૂવો પડયા બાદ આજે સવારે શહેરના ઇન્દિરા માર્ગ પર હરિયા કોલેજથી આગળના ભાગે ભૂવો પડયો હતો. પરિણામે વાહન ચાલકો માટે આ માર્ગ જોખમી બની ગયો છે.


