જામનગર શહેરમાં આ વર્ષે ચોમાસાની સિઝન શરુ થયા બાદ મોસમના પ્રથમ વરસાદે જ પાણી-પાણી કરી દીધું હતું.
ભારે વરસેલા વરસાદના કારણે શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવની અંદરની તરફ રહેલી તળાવની ફરતેની પાળ ધરાશાયી થઇ ગઇ હતી. બે સ્થળોએ થયેલી પાળ ધરાશાયી થતાં સુરક્ષા અને સલામતિની દ્રષ્ટીએ મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી દ્વારા તળાવની પાળ લોકો માટે બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા આ પાળ રિપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળ લોકો માટે આજથી ફરીથી ખુલ્લી મૂકવામાં આવી છે. આશરે બે સપ્તાહ બંધ રહ્યા બાદ તળાવની પાળ લોકો માટે ફરીથી ખોલવામાં આવતાં લોકોએ તળાવની પાળની ફરતે વોકિંગ કરવાનો આનંદ મેળવ્યો હતો.