Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરમાં નિર્માણાધિન ફલાયઓવરના કામમાં બેદરકારી

જામનગરમાં નિર્માણાધિન ફલાયઓવરના કામમાં બેદરકારી

બ્રિજની સાઇડની દિવાલોમાં આરસીસી કામનો અભાવ : લાંબા સમયથી કાટ ખાઇ રહ્યાં છે લોખંડના સ્લેબ, તાકિદે ગુણવત્તા ચકાસી કાર્યવાહી કરવા સામાજિક કાર્યકરની રજૂઆત

- Advertisement -

જામનગરમાં નિર્માણાધિન ફલાયઓવરના કામમાં કોન્ટ્રાકટર દ્વારા દાખવવામાં આવતી બેદરકારીને કારણે દુર્ઘટનાની સંભાવના જામનગરના સામાજિક કાર્યકરે વ્યકત કરી છે.

- Advertisement -

સામાજિક કાર્યકર અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નિતીન માડમે ફલાયઓવરના કામ અંગે પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ શાખાના કાર્યપાલક ઇજનરે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ફલાયઓવરનું કામ ચાલુ છે. ત્યાં પૂરની બન્ને બાજુની પારાપેટ એટલે કે સાઇડની દિવાલોમાં આર.સી.સી. કામ કરવામાં આવ્યું નથી તથા પીલરમાં પણ આરસીસી વર્ક થયેલ ન હોવાને કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે. ઉપરાંત ભીમવાસ પાસે ફલાયઓવરમાં બે ગાળાના સ્લેબ ભરવા માટે લાંબા સમયથી લોખંડનું સેન્ટરીંગ વર્ક કરી રાખવામાં આવ્યું છે પરંતુ સિમેન્ટનો સ્લેબ ભરવામાં આવ્યો નથી જેને કારણે વરસાદની પરિસ્થિતિમાં આ લોખંડન કાટ ખાઇ ગયું છે. આવા લોખંડ પર ભરવામાં આવતો સ્લેબ ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જી શકે છે. આ માર્ગ પર દરરોજ પ0 હજારથી વધુ લોકોને અવરજવર રહેતી હોય તેમના પર સતત ખતરો મંડરાયેલો રહે છે. તાજેતરમાં સુરતમાં આવા ઓવરબ્રીજનો અકસ્માત સર્જાયો હતો જેમાં 10 જેટલા મજૂરોના મૃત્યુ થયા છે. જાણકારી અનુસાર સુરતના બ્રિજનું કામ પણ રચના ક્ધસ્ટ્રકશન દ્વારા જ કરવામાં આવ્યું છે. જયારે જામનગરમાં પણ આ કંપની જ કામ કરી રહી છે ત્યારે શહેરમાં ચાલતા ફલાયઓવર નિર્માણના કામની ગુણવતાની ચકાસણી થવી જરૂરી છે. રાજ્યના મુખ્યમંત્રી પણ આ અંગે કડક વલણ અખત્યાર કર્યુ છે. ત્યારે જામનગરના ફલાયઓવરની તપાસ કરી તાકિદે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular