જામનગર તાલુકાના ગોરધનપર ગામે રહેતાં પ્રૌઢના માતા-પિતા અલગ રહેતા હોય જેનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ગોરધનપર ગામે મારૂતિનગર પાણીના ટાંકા પાસે રહેતાં વનરાજસિંહ જીવુભા ચુડાસમા (ઉ.વ.52) નામના પ્રૌઢના માતા-પિતા બન્ને અલગ-અલગ રહેતા હોય જેનું મનમાં લાગી આવતા તા.12 જુલાઈના રોજ રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મૃતકને હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના તબીબોએ મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે ફરિયાદીના પુત્ર સાગરસિંહ વનરાજસિંહ ચુડાસમા દ્વારા પોલીસને જાણ કરાઇ હતી.
માતા-પિતા અલગ રહેતાં હોવાનું લાગી આવતા પ્રૌઢે જિંદગી ટૂંકાવી
ગોરધનપર ગામે પોતાના મકાને ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ : સીક્કા સીએચસીમાં સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા તપાસ