Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારજામજોધપુરના ધારાસભ્ય દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત

જામજોધપુરના ધારાસભ્ય દ્વારા ખેડૂતોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત

યુરીયાની ખરીદીમાં ખેડૂતોને ફરજિયાતપણે અપાતી પુરીયાની બોટલ બંધ કરાવવા માંગણી

- Advertisement -

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસુ બરાબર જામ્યું છે અને ખેડૂતો માટે ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતોને આવા વાતાવરણમાં પુરીયાની જરૂરત હોય છે. આવા સમયે વેપારીઓ આ તકનો લાભ ઉઠાવીને પુરીયાની થેલી સાથે નેનો પુરીયાની બોટલ ફરજિયાત આપી રહ્યા છે જે અંગે મુખ્યમંત્રીને ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઇ છે.

- Advertisement -

સૌરાષ્ટ્રમાં ચોમાસુ બરાબર જામ્યું છે અને ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવા ભેજયુકત વાતાવરણમાં પાક માટે યુરીયા ખાતર જરૂરી છે. જો હાલ યુરીયા ખાતર નાખવામાં ન આવે તો જે-તે પાક પીળો પડી જવા પામે છે અને પાકમાં નુકસાની થવાનો ભય રહેલો છે. આ જોતા છેલ્લાં દશેક દિવસથી સૌરાષ્ટ્રમાં યુરીયા ખાતર લેવા ખેડુતોની લાંબી લાઈનો લાગી છે. આવા સમયે તકનો લાભ લઈ વેપારીઓ યુરીયા ખાતરની સાથે નેનો યુરીયાની બોટલ ફરજિયાતપણે આપી રહ્યા છે. નાના ખેડૂતોને અત્યારે યુરીયા ખાતરની બે થેલીની જરૂરીયાત હોય છે. 45 કિલોની યુરીયાની એક બેગનો ભાવ રૂા.270 છે. પરંતુ યુરીયા ખાતરની એક બેગની સાથે નેનો યુરીયાની 250 ની એક બોટલ ખેડૂતોને ફરજિયાત પધરાવી દે છે. આવા સંજોગોમાં ખેડૂતને યુરીયા ખાતરની સાથે સાથે નેનો યુરીયાની બોટલ ખરીદવા મજબુર થવું પડે છે. મહત્વની વાત એ છે કે, નેનો યુરીયાની બોટલનો હાલ કોઇ વપરાશ પણ થઈ શકે તેમ નથી. આમ ખેડૂતોને ખોટો ખર્ચ કરવો પડી રહ્યો છે. કપાસ મગફળીના પાકને નુકસાન ન થાય તેના ભયથી ખેડૂતો મજબુરવશ થઈને નેનો યુરીયાની બોટલ ખરીદી રહ્યા છે. આમ છતાંય રાજ્ય સરકાર મૌન ધારણ કરીને બેઠા છે.

હકીકતમાં યુરીયાની સાથે નેનો યુરીયા ખરીદવાનો કોઇ જ પરીપત્ર નથી ત્યારે વેપારીઓ દ્વારા ચલાવવામાં આવતી કાળા બજારી તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અને ખેડૂતોને સમયસર યુરા ખાતર મળી રહે અને નેનો યુરીયાની ખરીદીમાં ખોટો ખર્ચ ના કરવો પડે તે માટે જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં અને કલેકટર-જામનગરને રૂબરૂ મળી રજૂઆત કરવા ઉપરાંત જિલ્લા સંકલનની મિટિંગમાં આ બાબતે પ્રશ્ર્ન પણ પુછવામાં આવ્યો છે. આ બાબતે કોઇ પણ વેપારી જો નેનો યુરીયાની બોટલ ફરજિયાત આપે તો ખેડૂત મિત્રોએ તરત જ કલેકટર કચેરીમાં ફરીયાદ કરવા માટે ધારાસભ્યના કાર્યાલયથી જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular