જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં સીટી સી પોલીસે છ શખ્સોને જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10,380 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં સાયોના શેરી શ્રીરાજ ડેરી પાસેની શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી સી પોલીસે રેઈડ દરમિયાન પ્રદિપ શ્રીલાલ શર્મા, લાલુકુમાર બતોહીસીંગ યાદવ, ગોવિંદ કુવરસીંગ રાજપૂત, પ્રમોદકુમાર છર્મકુમાર પંડિત, ઉમાશંકર દિલીપરામ યાદવ તથા સંતોષકુમાર ભરતરામ રામ નામના છ શખ્સોને જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10380 ની રોકડ રકમ તથા ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.