ખંભાળિયામાં જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા પ્રેમજીભાઈ ધનજીભાઈ રામજીભાઈ નકુમ નામના આસામીની વડીલો પાર્જીત અને આ જ વિસ્તારમાં આવેલી સીટી સર્વે નંબર 3193 ના સીટ નંબર 51/65 વારી 150 ફૂટ જેટલું ક્ષેત્રફળ ધરાવતી જમીન કે જે હાલ કબજો ધરાવતા અશ્વિનભાઈ બાબુભાઈ બારાઈના પિતાને ભાડે આપવામાં આવી હતી. તેઓ અવસાન પામ્યા બાદ મૃતકના પુત્ર અશ્વિનભાઈ બારાઈએ આ દુકાને બેસી અને ધંધો કરી, દુકાનના માલિક પ્રેમજીભાઈ નકુમને આ દુકાનનું ભાડું ચૂકવવામાં આવતું ન હતું.
આ ઉપરાંત પ્રેમજીભાઈ પોતાની દુકાન હવે ભાડુઆત એવા અશ્ર્વિનભાઈ બારાઈને ભાડે આપવા માંગતા ન હોય પરંતુ અશ્ર્વિનભાઈ આ દુકાન ખાલી કરતા ન હોવા અંગેની ફરિયાદ પ્રેમજીભાઈ ધનજીભાઈ નકુમએ પોલીસ મથકમાં નોંધાવી છે.
આશરે રૂા. 30 લાખ જેટલી બજાર કિંમત ધરાવતી દુકાન કથિત રીતે પચાવી પાડવા સબબ ખંભાળિયા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.