મુળ ભાણવડના અને હાલ જામનગરના વાલકેશ્ર્વરીનગરીમાં રહેતાં જૈન સમાજના 90 વર્ષિય લલીતાબેન વલ્લભદાસ વારીઆએ તા. 5ના રોજ સંથારો ગ્રહણ કર્યા બાદ તા. 11ના રોજ તેઓનો સંથારો સીજી ગયો હતો. ગઇકાલે તેમણે દેહત્યાગ કર્યા બાદ જૈન સમાજના લોકો, આપ્તજનો તેમના દર્શનાર્થે પહોંચ્યા હતાં. ત્યારબાદ ગઇકાલે સાંજના સમયે વાલકેશ્ર્વરીનગરીમાં આવેલા વિનાયક એપાર્ટમેન્ટ ખાતેથી પાલખીયાત્રા યોજાઇ હતી. કે.ડી. શેઠ ઉપાશ્રયમાં ચાર્તુમાસ માટે બિરાજતા ગોંડલ સંપ્રદાયના ક્રિષ્નાબાઇસ્વામીએ સંથારાનું પ્રવ્યાખ્યાન કરાવ્યું હતું અને શ્રાવક અજીતભાઇ મહેતાએ સાગારી સંથારાના પચ્ચખાણ લેવડાવ્યા હતાં. આ પાલખીયાત્રામાં જૈન સમાજના લોકોએ અંતિમ દર્શન કર્યા હતાં.