જામનગરના રાવલસર ગામમાં સરમત પાટીયા પાસે તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.23800 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ પોલીસે જૂગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. જામજોધપુરના ગીંગણી રોડ પર જાહેરમાં વર્લીમટકાનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.10110 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગરના રાવલસર ગામે સરમત પાટીયા પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન લખમણ દેવા વાલાણી, રામભાઈ રણમલ રાજાણી, અતુલ મગન પોપટ, રાણસી કરશન રાજાણી તથા કેશવ માધવજી રાયચૂરા નામના પાંચ શખ્સોને રૂા.23,800 ની રોકડ રકમ તથા ગંજીપના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામજોધપુરના ગીંગણી રોડ પર જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ભરત નાનજી સાપરીયા તથા પંકજ રતિભાઇ લાડાણીને સુભાષ પ્રેમજી ઘરસંડિયા પાસે વર્લીમટકાના આંકડા લખાવી જૂગાર રમતા ઝડઘી લઇ રૂા.10110 ની રોકડ રકમ તથા વર્લીમટકાનું સાહિત્ય કબ્જે કર્યુ હતું. તેમજ કપાત લેનાર આરોપી દિપક ઉર્ફે દિપો જોંગોની શોધખોળ હાથ ધરી હતી.