ભાવનગર જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર પાકા કામના કેદીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડએ રાજકોટથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાવનગર જેલના કેદી સબીર કાસમ મકવા ભાવનગર જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પરથી છેલ્લાં દોઢ વર્ષથી ફરાર હોય આ દરમિયાન હાલ રાજકોટ પારવડી ચોકથી આગળ જૂના મોરબી રોડ પર હોવાની પેરોલ ફર્લો સ્કવોર્ડના ગોવિંદભાઈ ભરવાડ,સલીમભાઈ નોયડા, ઘનશ્યામભાઈ ડેરવાડિયા, ભરતભાઈ ડાંગર તથા કાસમભાઈ બ્લોચને મળેલી બાતમીના આધારે બાતમીવાળા સ્થળેથી સબીર કાસમ મકવાને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે ભાવનગર જેલને સોંપી આપ્યો હતો.