લાલપુરના રૂપાવટી નદીના કાંઠે આવેલ ખેતીવાડીની જમીનમાંથી કોપર વાયરની ચોરીના કેસમાં લાલપુર પોલીસે બે શખ્સોને ચોરાઉ મુદ્દામાલ સાથે તથા ચોરીમાં ઉપયોગમાં કરેલ વાહન સહિત કુલ રૂા.36,960 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, લાલપુરમાં થયેલ કોપર વાયરની ચોરીના કેસમાં આરોપીઓ લાલપુર નવી વેરાવળ ગામ તરફ જતા રોડ પર હોવાની લાલપુર ટાઉન બીટ ઈન્ચાર્જ નારણભાઈ વેસરાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાની સૂચના હેઠળ લાલપુરના પીએસઆઇ એમ.એન. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન સંજય ઉર્ફે સુયો ઉર્ફે બેટરી અશોક પરમાર તથા અલ્પેશ રમણિક પરમાર નામના બે શખ્સોને રૂા.6960 ના ચોરાઉ કોપર વાયરના અડધા બરેલા ફિંડલા તથા ચોરીમાં ઉપયોગ કરેલ છકડો રીક્ષા સહિત કુલ રૂા.36,960 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.