દ્વારકા તાલુકાના મોટા ભાવડા ગામે રહેતા રાજુભાઈ રાજમલભા ડાઉભા સુમણીયા નામના 30 વર્ષના યુવાન તેમના જી.જે. 37 એ. 5106 નંબરના મોટરસાયકલ પર દ્વારકાથી બરડીયા ગામે પોતાના બહેનના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકા-પોરબંદર હાઈવે રોડ પર દ્વારકા નજીકની ખોડિયાર ચેકપોસ્ટ પાસે પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક કૂતરૂ ઉતરતા કૂતરાને બચાવવા જતા મોટરસાયકલ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા રાજુભાઈ ઉર્ફે રાજમલભાને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ પરબતભા ડાઉભા સુમણીયાએ દ્વારકા પોલીસને કરી છે.