ભાવનગર જિલ્લાના મસ્તેજ પોલીસ મથકમાં 15 વર્ષની એક સગીર વયની બાળાનું લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ થયું હોવાનો બનાવ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયો હતો.
આ પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા તથા કોન્સ્ટેબલ પબુભાઈ માયાણીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામે હાલ રહેતો અને મજૂરી કામ કરતો લાલજી ઉર્ફે લાલો જીવરાજભાઈ બચુભાઈ ડાબસરા નામના 28 વર્ષના શખ્સને ઝડપી લઇ, સગીરવયની બાળા તથા આરોપીને વધુ તપાસ અર્થે ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.