દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા વૃદ્ધાએ પતિના નિધન બાદ અસ્વસ્થ બની ગુમસુમ રહેતા હોય ટ્રેન હેઠળ પડતુ મુકી જિંદગી ટૂંકાવી હતી.
આ અંગેની વિગત મુજબ દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં રહેતા લોહાણા ઈશ્ર્વરલાલ કારેલીયા નામના વૃધ્ધનું થોડા સમય પૂર્વે અવસાન થયું હતું તેમના મૃત્યુ બાદ તેમના પત્ની રીનાબેન ગુમસુમ અને માનસિક રીતે અસ્વસ્થ બની ગયા હતાં. આ પરિસ્થિતિ વચ્ચે તેમણે શનિવારે સાંજના સમયે વરવાળા ગામ નજીકથી પસાર થતી ટ્રેન હેઠળ પડતુ મૂકીને જિંદગી ટૂંકાવી હતી. આ અંગે મૃતકના પુત્ર રિધ્ધીશ ઈશ્ર્વરલાલ કારેલીયાએ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.