જામજોધપુરની વીઝન અને સંસ્કાર સ્કૂલમાં ગત તા.09 ના રોજ અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને રૂા.61,200 ની રોકડ રકમ તથા મોબાઇલ ફોન ચોરી કરી નાશી ગયા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં ધ્રાફા રોડ પર આવેલ વીઝન અને સંસ્કાર સ્કૂલમાં તા.09 ના રોજ તસ્કરો સ્કુલની બિલ્ડિંગમાં પ્રવેશ કરી અંદરના કબાટ તથા ટેબલના ખાનાના લોક તોડી તેમાં રહેલ કુલ રૂા.61,200 ની રોકડ રકમ તેમજ કાસમભાઈ ઓઠાનો રૂા.5000 ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી નાશી ગયા હતાં. આ અંગે ધવલ હર્ષદરાય વૈષ્ણવ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જામજોધપુરના પીએસઆઇ એમ.જી. વસાવા દ્વારા અજાણ્યા ચાર થી પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.