જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતાં યુવાને નબળી આર્થિક સ્થિતિ અને દારૂ પીવાની ટેવથી કંટાળી જઇ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. મોટી બાણુંગારના મહિલાને કેન્સરની બીમારી સબબ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગાંધીનગર મોમાઈનગર શેરી નં.1 માં રહેતાં સોમનાથ પ્રભાશંકર જોષી (ઉ.વ.45) નામના યુવાનને છેલ્લાં ઘણાં સમયથી કામધંધો સરખો ચાલતો ન હોય અને દારૂ પીવાની ટેવ હોય લગ્ન ન થતા હોય જેનાથી કંટાળી જઇ તા.6 ના રોજ સવારે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જેને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે વિશાલ જોશી દ્વારા પોલીસને જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર જિલ્લાના મોટી બાણુંગાર ગામે રહેતા ધીરજબેન રણછોડદભાઈ સંચાણિયા (ઉ.વ.41) નામના મહિલાને છેલ્લાં બે વર્ષથી કેન્સરની બીમારી હોય, વધુ તકલીફ થતા સારવાર માટે તા.02 ના રોજ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તા.08 ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.