Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા : પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના પ્રયાસથી દંપતિ વિખુટા પડતા અટક્યા

ખંભાળિયા : પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના પ્રયાસથી દંપતિ વિખુટા પડતા અટક્યા

- Advertisement -

ખંભાળિયા સ્થિત પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરમાં એક અરજદાર મહિલા આવ્યા હતા અને તેણીને પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી અંગેની રજૂઆત કરવામાં આવી હતી. દોઢ દાયકાના તેમના દામ્પત્ય જીવનમાં ઘરેલુ હિંસા થતી હોવા અંગેની અરજીને ધ્યાને લઈ અને આ સપોર્ટ સેન્ટર દ્વારા સૌ પ્રથમ તો મહિલાને સાંત્વના આપીને ભાવાત્મક ટેકો અપાયો હતો. ત્યાર પછી પતિ તથા પત્નીને સાથે રાખી અને પોલીસ સ્ટેશન સેન્ટરના કાઉન્સેલર પાયલબેન પરમાર દ્વારા સમજાવટના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના ફળ સ્વરૂપે 15 વર્ષનું આ દંપતિનું સુખદ સમાધાન થયું હતું અને પતિ-પત્નીએ સેન્ટરના કાઉન્સેલર પાયલબેન પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular