જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં સોસાયટીના ખુલ્લા પ્લોટમાં બેસવા બાબતે થયેલી બોલાચાલી બાદ બે પરિવારો દ્વારા સામસામા હુમલા કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતાં અલ્કાબેન વારસાકીયા નામના મહિલા ચાર દિવસ પહેલાં સાંજના સમયે ગામમાં દૂધ લેવા જતા હતાં તે દરમિયાન સોસાયટીના ખુલ્લા પટમાં બાઈક પર બેસેલા મંગલ મનજી અને મનજી વાઘેલા તથા સંજય વાઘેલા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી અમારી વિરૂધ્ધ ફરિયાદ કરી હોવા છતાં અમુ છુટી ગયા કહી બોલાચાલી મહિલાને અપશબ્દો કહી પતાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકીના બનાવમાં સામાપક્ષે મનજીભાઈ તેજાભાઈ વાઘેલા નામના પ્રૌઢ સોસાયટીના ખુલ્લા પટમાં બેઠા હતાં તે દરમિયાન અલ્કાબેન ત્યાંથી દૂધ લેવા પસાર થયા તે દરમિયાન પ્રૌઢને રસ્તામાં બેસવાની બાબતે હલ્કા પાછા રસ્તામાં બેસે છે તેમ કહ્યું હતું ત્યારબાદ નારણ દેવશી વારસાકીયા અને ખેંગા નારણ વારસાકીયા નામના બન્ને શખ્સોએ બાઈક પર આવી આ બધાયના ટાટીયા ભાંગી પતાવી નાખો નહીંતર સુધરશે નહીં તેમ કહી ફડાકા મારી ઉગ્ર બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ મનજીભાઈને પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
બનાવની જાણ થતા હેકો ડી.બી.લાઠિયા તથા સ્ટાફે અલ્કાબેન ખેેંગારભાઈ વારસાકીયાની મંગલ મનજી વાઘેલા, મનજી તેજા વાઘેલા, સંજય નારણ વાઘેલા નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ ધમકી આપ્યાની અને સામાપક્ષે મનજી તેજા વાઘેલા દ્વારા નારણ દેવશી વારસાકીયા, અલ્કાબેન ખેંગાર વારસાકીયા અને ખેંગાર નારણ વારસાકીયા નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી.