Monday, December 23, 2024
Homeરાજ્યહાલારઆથમણા બારા ગામના આધેડને પરેશાન કરતા ત્રણ આસામીઓ સામે રાવ

આથમણા બારા ગામના આધેડને પરેશાન કરતા ત્રણ આસામીઓ સામે રાવ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામના રહીશ એવા એક આસામી સાથે અવારનવાર ઝઘડો કરી, ત્રાસ ફેલાવવા સબબ ત્રણ શખ્સો સામે જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ ફરિયાદ અરજી કરવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયા સલાયા માર્ગ પર આવેલા આથમણા બારા ગામે રહેતા ભીખુભા હમીરજી જાડેજા દ્વારા આ જ વિસ્તારમાં રહેતા લખુભા ઉર્ફે વરજાંગજી અભેસંગ જાડેજા, ભાવેશ લખુભા જાડેજા અને વિપુલ ઉર્ફે તેજમલસિંહ લખુભા જાડેજા નામના ત્રણ આસામીઓ સામે અહીંના પોલીસ વડા સમક્ષ આપવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે ઉપરોક્ત આસામીઓ દ્વારા તેમની જમીનના બાઉન્ડ્રીના ત્રણ થાંભલા તોડી નાખી અને તેઓને સમજાવવા જતા ધોકા લઈને માર મારવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આરોપીઓ દ્વારા હાલ સિક્કા મુકામે રહેતા ફરિયાદીનો પ્લોટ કથિત રીતે પચાવી પાડવા માટે હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ પહેલા પણ અગાઉ થયેલી માથાકૂટ સંદર્ભે સલાયા મરીન પોલીસ મથકમાં પણ ફરિયાદ અરજી આપવામાં આવી હતી. જે અંગે ધોરણસર કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular