ભાણવડ તાલુકાના ફોટડી ગામમાં રહેતાં યુવાન ઉપર માર્કેટીંગ યાર્ડ નજીક એક શખ્સે અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ ભાણવડ તાલુકાના ફોટડી ગામે રહેતા રોહિતભાઈ નાથાભાઈ પીપરોતર નામના 24 વર્ષના સગર યુવાન ગઈકાલે શુક્રવારે માર્કેટિંગ યાર્ડ નજીક આવેલી એક દુકાન પાસેના રોડ પર હતા ત્યારે આશિષ કરમુર તથા તેના માતાએ અહીં આવી અને કોઈ બાબતે બોલાચાલી કરી, ફરિયાદી રોહિતભાઈ તથા તેમની સાથે રહેલા સાહેદોને બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઈપ વડે બેફામ માર મારી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે પોલીસ આઈ.પી.સી. કલમ 323, 325, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.કે. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.