આ અંગેની વિગત મુજબ દ્વારકામાં આવેલા ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ જતા રસ્તે કેબીન ધરાવતા ક્રિષ્નાબેન મનોજભાઈ બથીયાની કેબિનમાં તોડફોડ કરી આ કેબિનમાં રાખવામાં આવેલા આઠ નાના ગોળ શંખ તથા એક મોટું શંખ અને સાત ગરુડ શંખ મળી, કુલ રૂપિયા 3620 નો મુદ્દામાલ તથા તેમની બાજુમાં રાજાભાઈ બઠીયાની કેબિનમાં તોડફોડ કરી અને અહીં રાખવામાં આવેલું રૂપિયા 600 ની કિંમતનું શંખ ભરેલું બાચકુ મળી કુલ રૂપિયા 4,220 નો મુદ્દામાલ ચોરી કરીને લઈ જવા સબબ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા કારા વાઘેર અને ડાડુ રાજા બઠીયા નામના બે શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 380, 457, 427 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.