Monday, December 23, 2024
Homeરાજ્યહાલારપત્ની દ્વારા અપાતા અવાર-નવારના ત્રાસથી ત્રસ્ત પતિનો આપઘાત

પત્ની દ્વારા અપાતા અવાર-નવારના ત્રાસથી ત્રસ્ત પતિનો આપઘાત

અવાર-નવાર ઝઘડો કરી જમવાનું ન આપતી : છૂટાછેડા માટે વધારે રૂપિયાની માંગણી કરતી પત્ની : પત્નીના ત્રાસથી કંટાળી પતિએ કૂવામાં ઝંપલાવ્યું : સ્યુસાઈડ નોટના આધારે પોલીસ દ્વારા પત્ની વિરૂધ્ધ મરી જવા મજબુરનો ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામમાં રહેતાં યુવાને તેની પત્ની દ્વારા અવાર-નવાર અપાતા ત્રાસ અને છૂટાછેડા કરવા માટે રૂપિયાની માંગણીથી કંટાળીને પતિએ કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે સ્યુસાઈડ નોટના આધારે મૃતકના ભાઈના નિવેદન નોંધી પત્ની વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાનો ગુનો તપાસ આરંભી હતી.

- Advertisement -

ઉલ્ટી ગંગા જેવા કિસ્સાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામમાં રહેતાં પરસોતમભાઈ ફળદુ નામના યુવાન સાથે તેની પત્ની રીટાબેન અવાર-નવાર નાની નાની બાબતોમાં ઝઘડો કરતા હતાં અને પરિવારથી અલગ રહેવાની જિદ્દ કરતા હોવાથી એક વર્ષ પહેલાં પરસોતમભાઈ અને તેના પત્ની રીટાબેન પરિવારથી અલગ રાજકોટ રહેવા જતા રહ્યાં હતાં. અલગ રહેવા જતાં રહ્યા પછી પણ રીટાબેન તેના પતિ પરસોતમભાઈ સાથે અવાર-નવાર બોલાચાલી કરતાં હતાં. જેના કારણે પત્નીથી કંટાળી દંપતી પરત તેના ભગત ખીજડિયા ગામે રહેવા આવી ગયા હતાં. જ્યાં પણ રીટાબેન અવાર-નવાર પતિ પરસોતમભાઈ સાથે ઝઘડો કરતા હતાં અને જમવાનું પણ આપતા ન હતાં. ઉપરાંત પતિ સાથે છૂટા છેડા લઇ લેવાનું કહી રૂપિયાની માંગણી કરતા હતાં.

પત્ની દ્વારા અપાતા ત્રાસ અને અવાર-નવારના ઝઘડાથી કંટાળીને પરસોતમભાઈએ મે મહિનામાં ભગત ખીજડિયા ગામની સીમમાં આવેલા મોહનભાઈ પટેલના ખેતરમાં કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. પરસોતમભાઈ એ આપઘાત પુર્વે સ્યુસાઈડ નોટ મળી આવતા જેના આધારે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફે મૃતકના ભાઈ રતીલાલના નિવેદનના આધારે મૃતકની પત્ની રીટાબેન વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular