જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં રહેતી યુવતીના માતા-પિતા અલગ રહેતા હોવાનું મનમાં લાગી આવતા રૂમનો દરવાજો બંધ કરી લાકડાની આડીમાં રસી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં પેટ્રોલ પંપની બાજુમાં રહેતા સુખાભાઈ રઘુભાઈ પરમાર નામના વૃધ્ધની પુત્રી શિલ્પાબેન પરમાર (ઉ.વ.22) નામની યુવતીએ ગુરૂવારે રાત્રિના સમયે તેણીના ઘરનો રૂમ અંદરથી બંધ કરી લાકડાની આડીમાં રસી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ડ્રાઈવિંગ કરતા સુખાભાઈ કામ પરથી પરત ફર્યા હતાં. ત્યારબાદ પુત્રીની આત્મહત્યા અંગેની જાણ પોલીસમાં કરાતા હેકો જે.જી.રાણા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતા મૃતકના માતા-પિતા બંને અલગ રહેતા હોવાનું મનમાં લાગી આવતા જિંદગી ટૂંકાવી હોવાનું મૃતકના પિતાએ પોલીસમાં જાહેર કર્યુ હતું.