દ્વારકામાં સુદામા પુરી વિસ્તારમાં રહેતાં ભિક્ષુક વૃધ્ધને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, દ્વારકાના સુદામા પૂરી વિસ્તારમાં રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા રમેશભાઈ નાથાભાઈ પરમાર નામના 63 વર્ષના વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ ભીખુભાઈ નાથાભાઈ પરમારએ દ્વારકા પોલીસને કરી છે.