Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધીમી ધારે પોણો ઈંચ સુધી વરસાદ વરસ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધીમી ધારે પોણો ઈંચ સુધી વરસાદ વરસ્યો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલી અસહ્ય ગરમી વચ્ચે ગઈકાલે તથા આજે સવાર સુધીમાં પોણો ઈંચ સુધીનો વરસાદ વરસી જવા પામ્યો છે.

- Advertisement -

દ્વારકા તાલુકામાં ગઈકાલે 8 અને આજરોજ સવારે 11 મીલીમીટર મળી કુલ 19 મીલીમીટર, ખંભાળિયા તાલુકામાં ગઈકાલે બપોરે 9 મીલીમીટર, કલ્યાણપુર તાલુકામાં બે દિવસ દરમિયાન 16 મીલીમીટર અને ભાણવડ તાલુકામાં આજરોજ 18 મીલીમીટર વરસાદ જવા પામ્યો છે.

આ સાથે ખંભાળિયા તાલુકામાં 572 મીલીમીટર, દ્વારકા તાલુકામાં 342 મીલીમીટર, કલ્યાણપુર તાલુકામાં 303 મીલીમીટર અને ભાણવડ તાલુકામાં 279 મીલીમીટર કુલ વરસાદ નોંધાયો છે.

- Advertisement -

હાલ અવિરત રીતે ગરમી અને વરસાદી માહોલ વચ્ચે હવે મુશળધાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા દિવસોમાં વરાપ અને તડકા બાદ પુન: વરસાદ શરૂ થતા મગફળી તથા કપાસના પાકને ફાયદો થવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular