Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતને મળશે બીજા મહિલા ચીફ જસ્ટિસ

ગુજરાતને મળશે બીજા મહિલા ચીફ જસ્ટિસ

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટને આ બીજા મહિલા ચીફ જસ્ટિસ મળે તેવી સંભાવના રહેલી છે. સુનિતા અગ્રવાલ અલ્હાબાદ હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. 21 નવેમ્બર, 2011માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટમાં જજ બન્યા હતા, તેઓ ત્યાંના સૌથી સિનિયર જજ હતા. હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ છે. તેઓની નિમણૂક કરવામાં આવે તો ગુજરાત રાજ્યના બીજા મહિલા ચીફ જસ્ટિસ હશે. તો વર્તમાન ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરાલા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોલજિયમની સલાહ પર સુનિતા અગ્રવાલની ભલામણ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ધનંજય ચંદ્રચુડ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ બીજા મહિલા ચીફ જજ બને તેવી સંભાવના છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના પદ પરથી સોનિયા ગોકાણી રિટાયર્ડ થયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર જજ આશિષ. જે. દેસાઈ એક્ટિંગ ચીફ જજ તરીકે કાર્યરત હતા. જેમને કેરાલા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવાયા છે. સુનિતા અગ્રવાલ અલ્હાબાદ હાઇકોર્ટમાં 21 નવેમ્બર, 2011થી એટલે કે, 11 વર્ષ કરતા વધુ સમય જજ તરીકે રહી ચૂક્યા છે. તેઓ ત્યાંના સૌથી સિનિયર જજ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular