પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય વન મંત્રીએ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીને દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન – અર્ચન સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું. આ તકે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધરાસભ્ય ઉદય કાનગડ, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, અગ્રણી નગાભાઈ ગાધેર, વિજય બુજળ, રમેશ હેરમાં સહિત ફોરેસ્ટ વિભાગના અધિકારી, કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતા.