ભાણવડ તાલુકાના કબરકા ગામમાં રહેતાં માનસિક અસ્વસ્થ વૃદ્ધાની સારવાર ચાલુ હતી તે દરમિયાન જિંદગીથી કંટાળીને કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકાના કબરકા ગામે રહેતા કારીબેન વીરાભાઈ ગોધમ નામના 71 વર્ષના વૃદ્ધા માનસિક રીતે બીમાર હોય અને તેમની ચાલતી સારવાર દરમિયાન તેમણે કંટાળીને કૂવામાં પડતું મુકતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પતિ વીરાભાઈ જેસાભાઈ ગોધમે ભાણવડ પોલીસને કરી છે.