જામનગર નજીક દરેડ વિસ્તારમાં મકાનની છત પરથી કોઇ કારણસર પટકાતા મધ્યપ્રદેશના વતની યુવાનનું ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના રાયપુરા ગામનો વતની અને જામનગર તાલુકાના દરેડ નજીક પેટ્રોલ પંપની પાછળ મજૂરી કામ કરતો રવિન્દ્ર લાલસીંગ જાટવ (ઉ.વ.30) નામનો યુવાન ગત તા.04 ના રોજ સવારના સમયે મકાનની છત પરથી કોઇ કારણસર નીચે પટકાતા શરીરે તથા માતામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે કમલ જાટવના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.