કલ્યાણુરમાં રહેતા યુવકે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુરમાં પાણી પુરવઠાની બાજુમાં રહેતો કિશન અશોકભાઈ સોરઠીયા નામનો 22 વર્ષનો યુવાન તામસી સ્વભાવનો હોય અને મન ફાવે તેમ વર્તન કરતો હોય, આવા સ્વભાવના કારણે તેણે ગત તારીખ 30મી ના રોજ ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પિતા અશોકભાઈ નાનજીભાઈ સોરઠીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.


