Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીય1 લી જુલાઇથી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

1 લી જુલાઇથી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

- Advertisement -

ક્રુડના સતત નીચા ભાવના કારણે ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાનું દબાણ સર્જાયું છે. પેટ્રોલ ડીલર વર્તુળમાં થતી ચર્ચા મુજબ સરકાર 1લી જુલાઈથી પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલમાં હલચલ જણાઈ છે તેના કારણે આ શક્યતા બહાર આવી છે. અમદાવાદમાં હાલ પેટ્રોલનો ભાવ રૂ.96.42 અને ડીઝલનો ભાવ રૂ.92.17 ચાલી રહ્યો છે. સરકાર કેટલો ભાવ ઘટાડો કરે છે તેની ચોક્કસ માહિતી બહાર આવી નથી. પરંતુ ડીલર વર્તુળમાં થતી ચર્ચા મુજબ 1ાૃક જુલાઈથી ઘટાડો આવી શકે તેમ છે. રાજયમાં 5,500 કરતા વધુ પેટ્રોલ અને ડીઝલના પંપ આવેલા છે. જયાંથી રોજ લાખો રૂપિયાના પેટ્રોલ-ડીઝલનું વેચાણ થાય છે. પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવના કારણે મધ્યમવર્ગીય પરિવારોની કમર તૂટી ગઈ છે. મોંઘવારી ફાટીને ધૂમાડે ગઈ છે. સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે તો મોંઘવારી ઘટે તેવી આશા લોકો રાખી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે ક્રુડના ભાવ 66 ડોલર ઘટયા છતાં 14 માસથી પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં.

- Advertisement -

પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવના કારણે ટમેટા, ઘઉં, કઠોળ સહિતની જીવનજરૂરી ચીજો મોંઘી થતા પ્રજા હેરાન થાય છે. ઈંધણના ભાવમાં મે, 2022 પછી કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. રશિયાએ ભારતને સસ્તુ ક્રુડ ઓઈલનું વેચાણ કર્યું હોવા છતાં તેનો લાભ સ્થાનિક ગ્રાહકોને મળ્યો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular