જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ 3 વિસ્તારમાં આવેલા કારખાનામાં મજુરી કામ કરતા શ્રમિકનું પટકાતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેસ 3 માં આવેલા એક કારખાનામાં મજૂરી કામ કરતો શ્રમિક નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું ઘટનાસ્થળેજ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. બનાવની જાણના આધારે પંચ બી પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની તપાસ હાથ ધરી હતી.