જામનગર શહેરમાં રિલાયન્સ મોલવાળી શેરીમાંથી પોલીસે બાઈકસવાર બે શખ્સોને ઈંગ્લીશ દારૂની બે બોટલો સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પોલીસ અધિક્ષકની પાછળ આવેલી શેરીમાં સોમવારે સાંજના સમયે મનોજ મદનમોહન પ્રસાદ કુમારકુમી નામનો શખ્સ નીશીત બીપીનકુમારને ઈંગ્લીશ દારૂની બોટલો આપતો હતો તે દરમિયાન સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ કરી બન્નેને રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલો સાથે ઝડપી લઇ બંને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.