ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભારત સરકારના ઉપક્રમે તા. 26/06/2023 થી 01/07/2023 સુધી મહિલા સમ્માન માટે મહિલા સમ્માન બચત પત્ર ખાતા, વહાલી દીકરી માટે સુક્ધયા સમૃદ્ધિ ખાતું તથા બાળકોના ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે પીપીએફ ખાતા ખોલવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતની દરેક દીકરી તથા મહિલાને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાના હેતુથી તેમજ બાળકોનું ભવિષ્ય સુનિશ્ર્ચિત બને તે હેતુથી ભારતીય ટપાલ વિભાગ દ્વારા આ તમામ બચત યોજનાના ખાતા તા.26/06/2023 થી 01/07/2023 સુધી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની તમામ પોસ્ટ ઓફિસોમાં ખોલવામાં આવશે. જાહેર જનતાને આ યોજનાઓનો લાભ લેવા તેમજ વધુ વિગત માટે નજીકની પોસ્ટ ઓફિસ અથવા ફોન નંબર 0288-2676592 પર સંપર્ક કરવા જામનગર ટપાલ મંડળના અધિક્ષકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.