Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયગુજરાત, મુંબઇ, દિલ્હીમાં એક સાથે ચોમાસાના મંડાણ

ગુજરાત, મુંબઇ, દિલ્હીમાં એક સાથે ચોમાસાના મંડાણ

- Advertisement -

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે રાજ્યના કેટલાક તાલુકાઓમાં 1 ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદમાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બાદમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના થલતેજ, એસજી હાઇવે, બોપલ, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં વરસાદી માહોલ બન્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 25મી જૂન અને રવિવારથી ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 26, 27, 28, 29 અને 30નો સમાવેશ થાય છે.

- Advertisement -

બીજી તરફ નૈઋત્યના ચોમાસાએ દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે. 62 વર્ષ બાદ મુંબઇ અને દિલ્હીમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી કરી છે. જયારે બાકી રહેલાં ગુજરાત, રાજસ્થાન અને પંજાબના કેટલાક ભાગોમાં આગામી 24 કલાકમાં ચોમાસું પ્રવેશી જાય તેવા સંજોગો ઉભા થયા છે. બિપરજોય વાવાઝોડા બાદ ચોમાસાની ગતિ ઝડપી બની છે. જયારે બંગાળની ખાડીમાં આગામી 4 દિવસમાં વધુ એક વરસાદી સિસ્ટમ ચોમાસાને મજબૂત બનાવશે.

ગુજરાતના દરિયાકાંઠે આવેલા બિપરજોય વાવાઝોડાને કારણે ચોમાસાની શરુઆત 10 દિવસ મોડી શરુ થઈ છે ત્યારે હવે ચોમાસું વિધિવિત બેસી ગયુ છે અને ગઈકાલથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગઈકાલે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી જે મુજબ રાજ્યના 94 તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં હજુ પણ આગામી ચાર દિવસ વરસાદી માહોલ સર્જાશે જેને પગલે ભેજનું પ્રમાણ ઓછું થશે.

- Advertisement -

રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગઈકાલે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 125 તાલુકમાં વરસાદ નોંધાયો હતો. જેમા ભાવનગરના જિલ્લામાં આવેલા ઘોઘામાં 24 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો જેના પગલે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. બીજી તરફ મુશળધાર વરસાદને પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત અમરેલીમાં પણ છેલ્લા 24 કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે જ માંગરોળ, વાગરા, ભરુચ, સાયલા, બોટાદ, ગોંડલ અને શિહોરમાં પણ 1.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો તેમજ સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. રાજકોટમાં ગઈકાલે સવારે વાદળછાયું વાતાવરણ હતુ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular