જામનગર તાલુકાના સીક્કા ટીપીએસ પ્લાન્ટ નજીક ત્રણ શખ્સોએ યુવક ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતાં વેપારી ક્રિપાલસિંહ ઉર્ફે ભુરો પ્રવિણસિંહ કેસુર નામનો યુવક ગત શુક્રવારે સાંજના સમયે તેના ઘર તરફ જતો હતો તે દરમિયાન રસ્તામાં પુષ્પરાજસિંહ ભરતસિંહ, બલરાજસિંહ રાજેન્દ્રસિંહ, પ્રેમદિપસિંહ બ્રિજરાજસિંહ કંચવા નામના ત્રણ શખસોએ વેપારીને આંતરીને તેના ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં બનાવમાં ઘવાયેલા ક્રિપાલસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.