Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરઅનુસૂચિત જ્ઞાતિના આંતરજ્ઞાતિય લગ્નની ગ્રાન્ટ ચૂકવવામાં ઢીલી નીતિ

અનુસૂચિત જ્ઞાતિના આંતરજ્ઞાતિય લગ્નની ગ્રાન્ટ ચૂકવવામાં ઢીલી નીતિ

કલેકટરને લેખિત આવેદન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત : કચેરી સામે શિક્ષાત્મક પગલાં લેવા માગ

- Advertisement -

સરકાર દ્વારા અનેક યોજનાઓમાં ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. ત્યારે અનુસૂચિત જાતિની આંતરજ્ઞાતિય લગ્નની ગ્રાન્ટ ફાળવવામાં જામનગરમાં આવેલ નાયબ નિયામક (અનુસૂચિત જાતિ) કલ્યાણ વિભાગની કચેરી દ્વારા યેનકેન પ્રકારે વિલંબ કરવામાં આવી રહ્યો છે. સરકારની મોટી-મોટી જાહેરાત ફલોપ થઇ રહી છે. તેમ જામનગર સમસ્ત દલિત સમાજ જામનગર જિલ્લાના પ્રમુખે જણાવ્યું છે.

- Advertisement -

સરકાર દ્વારા ગરીબ તથા અનુસૂચિત જાતિલક્ષી ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે. ત્યારે જામનગરમાં આવેલ નાયબ નિયામક (અનુસૂચિત જાતિ) કલ્યાણ વિભાગની કચેરી દ્વારા અનુસૂચિત જાતિના આંતરજ્ઞાતિય લગ્નની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. જે ગ્રાન્ટ વિતરણમાં વિલંબ થઇ રહ્યો છે. જે અંગે નાણાની જાણી જોઇને વિલંબ કરવામાં આવે છે. આ બાબતે સરકારની મનસા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. આ બાબતે કચેરી દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ ખાતાકીય કાર્યવાહી થવી જોઇએ અને આ બેદરકારી બદલ શિક્ષાત્મક પગલાં તાત્કાલિક લેવા સમસ્ત દલિત સમાજ જામનગર જિલ્લા (અનુસૂચિત જાતિ સમાજ)ના પ્રમુખ ગોવિંદભાઇ રાઠોડ તથા સમાજના લોકોને સાથે રાખી જામનગરના કલેકટર મારફત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular