Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ગાંજાનું વેંચાણ કરતી મહિલા ઝડપાઈ

જામનગર શહેરમાંથી ગાંજાનું વેંચાણ કરતી મહિલા ઝડપાઈ

એસઓજીની ટીમે 1 કિલો 335 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો : જિલ્લામાં નશીલા પદાર્થોનું વેંચાણ બેરોકટોક

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી નશીલા પદાર્થનું બેરોકટોક વેંચાણ થઈ રહ્યું છે. રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ બંને આ નશીલા પદાર્થનું વેંચાણ અટકાવવા કડક કાર્યવાહી હાથ ધરી રહ્યું છે ત્યારે જામનગરમાંથી વધુ એક મહિલા નશીલા પદાર્થ ગાંજાનું વેંચાણ કરતી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હાલારના દરિયા કિનારો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. આ દરિયાકિનારાનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિ માટે કરવામાં આવી રહ્યો હોવાનું પોલીસ દફતરે નોંધાયેલું છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ થતી હોવાની ઘટના સમયાંતરે બનતી રહે છે. પોલીસ વિભાગ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા દરોડાની કાર્યવાહી પણ અબજો રૂપિયાનો નશીલા પદાર્થનો જથ્થો કબ્જે કરવામાં આવે છે તેમ છતાં આ ગુનાહિત પ્રવૃત્તિ બંધ થતી નથી. જામનગર શહેરમાં પણ અનેક વખત નશીલા પદાર્થના વેંચાણ સ્થળે પોલીસ દ્વારા રેઈડ દરમિયાન ગુનેગારોને ઝડપી લઇ કડક કાર્યવાહી કરવામાં આવે છે. હાલમાં જ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાંથી જાહેરમાં ગાંજાનું વેંચાણ કરતા શેરબાનુ સુંભણિયા નામના વૃદ્ધાને એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતાં.

ત્યારબાદ ગઈકાલે એસઓજીના અરજણ કોડીયાતર, રમેશ ચાવડા, ચંદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ ડી.એન. ચૌધરી અને પીએસઆઈ જે ડી પરમાર તથા સ્ટાફ દ્વારા શંકરટેકરી સુભાષપરા શેરી નં.2 માં રહેતી ચંદ્રિકાબેન ઉર્ફે ચંદલી મુકેશ ગણેશીયા નામની મહિલા તેના મકાનની બહાર રોડ પર જાહેરમાં ગાંજાનું વેંચાણ કરતી હોય પોલીસે રેઈડ દરમિયાન ચંદ્રિકાબેન ઉર્ફે ચંદલી મુકેશ ગણેશીયાને રૂા.13,350ની કિંમતના 1 કિલો 335 ગ્રામ ગાંજાનો જથ્થો અને રૂા.200 ની રોકડ રકમ તથા રૂા.10,000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.23,550 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી સીટી સી ડીવીઝનને સોંપી આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular