જામનગર શહેરના લાલ બંગલા પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં આગ લાગતા ઇલેકટ્રીક ઉપકરણો સળગી ગયા હતાં. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
આગની વિગત મુજબ જામનગર શહેરના લાલ બંગલા પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં આજે વહેલીસવારે કોઇ કારણસર આગ લાગી હતી. આ આગમાં ઇલેકટ્રીક ઉપકરણો એસી, કેમેરા જેવી વસ્તુઓ સળગી ગઈ હતી. ફાયર ટીમને જાણ કરાતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે આવી આગને કાબુમાં લીધી હતી. જેના કારણે વધુ નુકસાન થયું ન હતું. પરંતુ એટીએમમાં રહેલા ઈલેકટ્રીક ઉપકરણો સળગી ગયા હતાં અને આગ લાગવાનું ચોકકસ કારણ જાણવા મળ્યું ન હતું.