Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતસુરતમાં દોઢ લાખ લોકોએ યોગ કરી બનાવ્યો વિશ્વ રેકોર્ડ

સુરતમાં દોઢ લાખ લોકોએ યોગ કરી બનાવ્યો વિશ્વ રેકોર્ડ

- Advertisement -

રાજ્યમાં અનેક જગ્યાએ વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત ખાતે રાજ્યક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે જ્યા એકસાથે લગભગ દોઢ લાખ જેટલા લોકો એકસાથે યોગ કર્યા હતા. આજે વહેલી સવારથી જ લોકો યોગ કરવા માટે પહોંચ્યા હતા અને આ માટે અંદાજે 250 જેટલી સ્કીન મૂકવામાં આવી હતી. આ રાજ્યક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના નેતા હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં 60 હજારથી વધુ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે યોગ દિવસ થીમ પર વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે. આ દરમિયાન ભારત સહિત આખી દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

- Advertisement -

આજે વિશ્ર્વની સાથે સાથે રાજ્યભરમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. રાજયભરમાંથી અંદાજિત સવા કરોડથી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 100 કલાકની ટ્રેનિંગ આપીને રાજ્યના 33 જિલ્લાઓમાંથી 1 લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના વર્ષ 2019માં કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular