Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજૈનોના સાધુ-સાધ્વીજીનો ચાર્તુમાસ પ્રવેશ : શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય સંઘમાં સાધ્વીજીના પ્રવેશનું સામૈયું

જૈનોના સાધુ-સાધ્વીજીનો ચાર્તુમાસ પ્રવેશ : શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય સંઘમાં સાધ્વીજીના પ્રવેશનું સામૈયું

શેઠજી દેરાસર સંઘમાં શુક્રવારે પ્રવેશ સામૈયુ : શહેરના અનેક સંઘોમાં સાધુ-સાધ્વીજીના સામૈયાઓ ધામધૂમથી ઉજવાશે

- Advertisement -

જૈનોના સાધુ-સાધ્વીઓનો ચાર્તુમાસ પ્રવેશ ચાલી રહ્યો છે. ત્યારે જામનગર શહેરના પટેલ કોલોનીમાં આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય સંઘ સંચાલિત આરાધના ભવન ઉપાશ્રયમાં આજે પ.પૂ. સાધ્વીજી ભગવંત શિલરત્નાશ્રીજી મ.સા. આદિ ઠાણા-8 ચાર્તુમાસ પ્રવેશ માટે સામૈયું આજે સવારે 6:45 કલાકે ડીકેવી કોલેજથી નિકળી વિકાસ ગૃહ રોડ, સેન્ટઆન્સ સ્કૂલ, પટેલ કોલોની શેરી નં. 6 થઇ જિનાલયએ પાસેથી બેન્ડવાજા સાથે આ વિસ્તારમાં આવેલા ભાઇઓ, બહેનો, બાળકો ઉપસ્થિત રહી મ.સા.નો ચાર્તુમાસ પ્રવેશ ભવ્ય રીતે કરાવ્યો હતો. પ્રથમ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં પૂ. મ.સા.ની આગેવાનીમાં સંઘે ચૈત્ય વંદન કરેલ હતું. ત્યારબાદ આરાધના ભવન ઉપાશ્રયે સાધ્વી ભગવંતોને પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ ઉપાશ્રયે સાધ્વીજી મ.સા.એ વ્યાખ્યાન ફરમાવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આજે મ.સા.ના પ્રવેશ નિમિત્તે આયંબિલ બપોરે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

- Advertisement -

શહેરના ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસર સંઘના પાઠશાળામાં શાસન સમ્રાટ વિજય નેમિસુરિશ્ર્વરજી મ.સા. સમુદાયના જિનશાસન શણગાર પ.પૂ. ગુરુદેવ વિજય ચંદ્રોદયસુરિશ્ર્વરજી મ.સા.ના શિષ્ય સરસ્વતિ સાધક પ.પૂ. આચાર્ય વિજયકુલચંદ્રસુરિશ્ર્વરજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં માંગલિક અનુષ્ઠાનો થશે. સાધુ ભગવંતોનો સજુબા સ્કૂલ પાસેથી શુક્રવારે સવારે 8 વાગ્યે પ્રવેશ થશે અને પાઠશાળામાં ચાર્તુમાસ દરમિયાન આરાધના કરાવશે. આ ઉ5રાંત લાલબાગ પાસે આવેલ બહેનોના ઉપાશ્રયમાં પૂ.આ. કેસરસુરિજી મ.સા. સમુદાયના પૂ.આ. વિજ્ઞાનપ્રભસુરિશ્ર્વરજી મ.સા.ની આજ્ઞાથી પૂ.સા. પૂર્ણયશાશ્રીજી મ.સા. બહેનોને ચાર્તુમાસ દરમિયાન આરાધના કરાવશે અને વ્યાખ્યાનો ફરમાવશે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોના સંઘોમાં મ.સા.ના ચાર્તુમાસ પ્રવેશ ધામધૂમથી આજે ઉજવાયો હતો. અમુક સંઘોમાં આવતીકાલે તથા શુક્રવારે પ્રવેશ ઉજવાશે. ગુરૂવારે તા. 22ના સાંજે 5:49 બાદ આદ્રા બેસતા હોવાથી જૈનો કેરીનો ત્યાગ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular