Monday, December 23, 2024
Homeરાજ્યહાલારવાડીનારમાં જમાઈએ સસરાને લમધાર્યા

વાડીનારમાં જમાઈએ સસરાને લમધાર્યા

- Advertisement -

દ્વારકા જિલ્લાના વાડીનાર ગામમાં રહેતાં શખ્સને તેની પત્ની સાથે ઝઘડો થતા સસરા જમાઈને સમજાવવા ગયા ત્યારે જમાઈ સહિતના બે શખ્સોએ સસરા ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા ઈકબાલભાઈ તાલબભાઈ સુંભણીયાના વાડીનાર ખાતે રહેતા જમાઈ ઈબ્રાહિમ ઉમરભાઈ ભાયાને પોતાના પત્ની સાથે ઝઘડો થયો હોય, જેથી ફરિયાદી ઈકબાલભાઈ ઈબ્રાહિમને સમજાવવા જતા આ બાબતનું મનદુ:ખ રાખી, આરોપી દ્વારા જ્યારે ફરિયાદી ઈકબાલભાઈ આશાબા પીરની દરગાહના કમ્પાઉન્ડમાં હતા, ત્યારે આરોપી ઈબ્રાહીમ ભાયા તથા તેની સાથે આવેલા હુસેન તાલબ ભાયા નામના બે શખ્સોએ એકસંપ કરી અને ફરિયાદી ઈકબાલભાઈ ઉપર લોખંડના પાઇપ તથા છરી વડે હુમલો કરીને તેમની સાથે રહેલા સાહેદ ઈમરાનને પણ લોખંડના પાઇપનો ઘા મારી, ઈજાઓ કરવા સબબ વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જે અંગે પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular