Thursday, December 26, 2024
Homeરાજ્યભાણવડમાં નગરપાલિકાની બેદરકારી : ઉંઘતા તંત્ર સામે લોકોનો રોષ

ભાણવડમાં નગરપાલિકાની બેદરકારી : ઉંઘતા તંત્ર સામે લોકોનો રોષ

રેલીંગ વગરની નદીમાં બહારગામની છકડો રીક્ષા ખાબકી

- Advertisement -

સરકારના નિયમો અને સરકારી તંત્ર પર અવાર-નવાર જોકસને કોમીકસ સાંભળવા મળતા હોય છે. જાડી ચામડીના અધિકારીઓ ‘ઉંઘતું તંત્ર’ વગેરે શબ્દો વપરાતા હોય છે. ત્યારે ભાણવડમાં પણ કંઈક આવું જ સામે આવ્યું છે જયાં સ્થાનિક નગરપાલિકાની બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે.

- Advertisement -

ભાણવડમાં સ્થાનિક નગર પાલિકા તંત્રની કહેવાતી બેદરકારી સામે આવી છે રેલીંગ વગરની નદીમાં બહારગામથી આવી રહેલી છકડો રીક્ષા નીચે ખાબકતા સદનસીબે રીક્ષાના ચાલકનો આબાદ બચાવ થયો હતો. રેલીંગ બનાવવાની અનેક માંગણીઓ પછી પણ તંત્ર દાદ આપતું નથી. જેથી લોકોમાં રોષ જોવા મળે છે. સત્વરે રેલીંગ બનાવવી જરૂરી બની છે.
ભાણવડમાં સ્થાનિક તંત્ર લોકોની ફરિયાદને લક્ષમાં લેતું નથી. તેવી રાવ થઈ રહી છે. શહેરના હાર્દ સમા વેરાડ ગેઈટ બહાર નદી આવી છે પરંતુ નદી ફરતે રેલીંગ નથી. આમ રેલીંગના અભાવે અવાર-નવાર મુંગા પશુઓ સહિત બાઈક અને છકડા રીક્ષાઓ નદીમાં ખાબકી નાની મોટી ઈજાનો ભોગ પણ બનતા હોવાના અનેક દાખલાઓ સામે આવ્યા છે.
તાજેતરમાં બહારગામથી વિજપોલ ભરી ભાણવડ ખાલી કર્યા બાદ નદી પાસેથી પસાર થતી વેળાએ અચાનક રીક્ષા નદીના પટમાં ખાબકી હતી. સદનસીબે ચાલકને કોઇ ઈજા થઈ નથી.

આમ રેલીંગ વગરની નદી ફરતે રેલીંગ બનાવવાની જીવદયા પ્રેમીઓ સહિત સામાજિક સંસ્થા અને લોકોમાંથી અનેક માંગણી અને રજૂઆતો સ્થાનિક નગરપાલિકા તંત્રને કરવામાં આવે છે પરંતુ તંત્ર દાદ આપતું નથી. જેથી લોકોમાં કાયમી રોષ જોવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular