ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાંથી પોલીસે તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા.10560 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ ધ્રોલ તાલુકાના દેડકદડ ગામે આવેલ આશાપુરા માતાજીના મંદિર પાસે તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન હેમરાજ કાબા પાદરીયા, વનરાજસિંહ ચનુભા જાડેજા, દિપક મેરામ ખુંગલા, હરી ઉર્ફે હીરો મસરૂ ઝાપડા અને ભૂપત ખોડા કુંભારવડિયા નામના પાંચ શખ્સોને રૂા.10560 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.