જામનગર શહેરમાં અનેક જર્જરીત ઈમારતો રહેલી છે અને ઈમારતોને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા નોટિસ ફટકારામાં આવી છે. દરમિયાન હાલમાં બિપરજોય ચક્રવાતમાં તોફાની પવન અને વરસાદના કારણે આવી ઈમારતોને વધુ નુકસાન થયું છે જેમાં શહેરના ખોજાનાકા પાસે આવેલા હજામફળી વિસ્તારમાં જર્જરીત મકાનમાં મોસીન ફીદાઅલી કપાસી અને જેતુનબેન ફીદાઅલી કપાસી નામના વૃધ્ધ ભાઈ-બહેન રહેતા હતાં જ્યારે રવિવારની રાત્રિના સમયે વૃદ્ધનું જર્જરીત મકાન ધરાશાયી થતા વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને તાત્કાલિક સ્થાનિક રહેવાસીઓ દ્વારા જાણ કરાતા મહાનગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મકાનમાંથી વૃદ્ધ ભાઈ-બહેનને સુરક્ષિત બહાર કાઢયા હતાં. જો કે, સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.