જામનગર શહેરમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, અને ભારે પવન ના કારણે અનેક ઝાડ તૂટીને માર્ગ પર પડી રહ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર અવરોધાઈ રહ્યો છે.
આવા કપરા સમયમાં ફાયર બ્રિગેડ અથવા તો અન્ય કોઈ ટુકડીની રાહ જોયા વગર જામનગરની સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટુકડીએ કરવત લઈ આવી જાતે જ ઝાડની ડાળીઓ કાપીને માર્ગ પરથી દૂર કરી હતી, અને રોડની એક તરફ તમામ ડાળીઓ ખેંચી જઇ ગૌરવ પથ માર્ગને ખુલ્લો કરાવ્યો હતો. વાવાઝોડા જેવા કપરા સમયમાં પોલીસની ટિમેં તમામ પ્રકારની કામગીરી કરવામાં શેહશરમ રાખ્યા વિના જહેમત લીધી હતી, અને પોલીસ કોઈપણ પ્રકારની મદદ કરવા માટે તત્પર હોય છે, તે જામનગરની એલસીબીની ટીમે સાબિત કરી બતાવ્યું હતું.