Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતબસ હવે 36 કલાક, સરકાર-તંત્રની કસોટી

બસ હવે 36 કલાક, સરકાર-તંત્રની કસોટી

- Advertisement -

અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ’બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. હાલ ’બિપરજોય’ વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 290 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર, અને નલીયાથી 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 5 કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે, વાવાઝોડાએ દિશા બદલી નથી. હજુ ગુજરાત તરફ જ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. આજે દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા લોકોને સલામતરીતે ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂ. 8 હજાર કરોડની 3 મોટી યોજનાની જાહેરાત કરી છે. વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જામનગર શહેરમાં બે દિવસ વેપાર-ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

બીપરજોયને લઈને સુઈગામ રણમાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નડાબેટ ટુરિઝમ અને સીમા દર્શન પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સુઈગામના બોરું અને મસાલી રણમાંથી અગરિયાઓને સ્થળાંતર કરવા સૂચન કરાયું છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે સરહદીય વિસ્તારોમાં સાયક્લોનની સંભવિત અસર થવાની છે. સુઇગામ, વાવ, ભાભર સહિતના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થઈ શકે છે. વાવાઝોડાંના સંભવિત સંકટ પહેલા જ લોકો અનેક પ્રકારના સંકટનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી સતત ફૂંકાઈ રહેલા પવનના કારણે માંડવી મુન્દ્રા સહિતના વિસ્તારમાં વૃક્ષો તૂટી પડ્યા હતા. તો શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવ બમણાથી પણ ઉપર થઈ ગયા છે. ભુજના જ્યુબિલિ ગ્રાઉન્ડ ખાતે મજૂર ગુર્જરીના લોકોને કામ ના મળતા મુસીબતમાં મુકાયા છે. ખાસ કરીને બહાર ગામથી આવતા શ્રમજીવી લોકોને આવાગમનનું ભાડું પણ વેડફાઈ રહ્યું છે. તંત્ર, ફૂડ પેકેટની વ્યવસ્થા કરે એવી મજૂરોએ માંગ કરી છે.વાગ્યે બાળકને જન્મ આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular