જામનગર તા. 13 જૂન, કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જામનગર જિલ્લામાં ‘બિપરજોય’ વાવાઝોડાની સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સંચાર એ જામનગર શહેરના વોર્ડ નં. 2 માં પુનિતનગરના છેવાડે આવેલા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી. તેમજ તેઓને જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. તેમજ અસરગ્રસ્તોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
તે ઉપરાંત, સિક્કાના નગર સેવા સદનમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બિપરજોય વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા અંગેની બેઠક યોજી હતી. તેમજ ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. ત્યારબાદ સિક્કાના વોર્ડ નં. 7 માં કાચા મકાનોમાં રહેતા લોકોની મુલાકાત લીધી હતી. તેમને અન્ય સલામત સ્થળોએ સ્થળાંતરિત કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ત્યારબાદ એ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા અમિતભાઈ શાહે ગુજરાતના 8 અસરગ્રસ્ત જિલ્લાઓની વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે અટલ ભવન અને લેઉવા પટેલ સમાજ ખાતે તૈયાર કરાઈ રહેલા ફૂડ પેકેટ્સ બનાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ કક્ષાના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મેયર મતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, વિમલભાઈ કગથરા, સિક્કા નગર પાલિકાના ચીફ ઓફિસર તેમજ અન્ય અધિકારીગણ અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા.